Love Shayari Gujarati - 600+ ગુજરાતી પ્રેમની શાયરી - Romantic Gujarati Prem Shayari : If you want to tell someone about your Love in Gujarati, then try to express your feelings and thoughts of your mind with Gujarati Love Shayari ગુજરાતી પ્રેમની શાયરી, this will make it easier for you to convey your heart to them as well as your point directly. Will knock in their heart.

Love is a best feeling, which comes from the heart, not from the mind. Love is not that which is shown by saying, love is that which is done by hiding.

It is up to you to fall in love with someone, but whether you accept this feeling or not is up to them. When someone is in love with someone, he rises above all the shackles of the world and is ready to do anything for that person.

It is not necessary that the person we love should always be with us or that he too should give us love in return. Love is a priceless gift given to human by nature.

Through these Gujarati Shayari Love to express your love, you will surely be able to make a special place in the heart of your loved one by using these collection of the best Gujarati Love Shayari.

Love Shayari Gujarati


સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે
તારી નજર ઝુકાવી તે દિવસને રાત કરી છે

Love Shayari Gujarati

ધોંધાટનું બહાનું કરી
તમે 'સાદ' ના દીધો
નહીતર હાથવગી રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની


સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે


ભાર એવો આપજે કે
ઝૂકી ના શકું
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકુંં


તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ


મારાં લખાણોને અંજામ મળી જાય
જો તારા જ હ્રદયમાં સ્થાન મળી જાય


નજરથી કત્લ કરવાનું રહેવા દો
તમારી આંખને બોલો અદબ રાખે

Love Shayari Gujarati

એક સામટો ના આપી શકે
તો કંઈ નઈ
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે


તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે


નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો


પ્રેમ એટલે માત્ર આખો દિવસ -
વાત કરવી નહીં પણ 
તમે જ્યારે એમની સાથે વાત -
ન કરી રહ્યાં હોવ તો પણ 
તમને  એમનાંજ વિચારો આવે એ પ્રેમ છે


ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ
હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ


દુનિયાની બધી કવિતાઓ એ પળ સામે પાણી ભરે
જ્યારે
અડધી રાત્રે ખાંસતી ડોશીને
ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધરે


Love Shayari Gujarati

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું  
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું


હ્રદયમાં આવકારો
બધાને અપાય
બાકી સ્થાન
અમુકને જ અપાય

Gujarati Love Shayari


નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ


તું કેટલી સુંદર છે તને બતાવવા માંગુ છું 
મારો પ્રેમ છે તું તને મેળવવા માંગુ છું 
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું 
ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું


આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી


સુંદર હોવું જરૂરી નથી
કોઈ માટે જરૂરી હોવું સુંદર છે


Gujarati Love Shayari

વહેલી સવારમાં જ તમારું સ્મરણ થયું
પીગળી ગયું શિખર અને વહેતું ઝરણ થયું


ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે


ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે


કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી
અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી


પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે
એવું જરૂરી નથી હોતું
સાહેબ કેમકે 
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે


તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે
આ જન્‍મ મારો સંગાથ બની જા

Gujarati Love Shayari

આઝાદી નહિં મોહબ્બત જીવનભરની જેલ છે
સમજદારોનું કામ નથી આતો ગાંડાઓનો ખેલ છે


હળવું સ્મિત આપી
એ સરકી ગઈ પળવારમાં
ને દિલ માં પડયા લાખો છેદ
ક્ષણવારમાં 


પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો
એક ને એક ગુન્‍હો મારે કેટલી વાર કરવો


કરીએ પ્રિત અનોખી
કે સાંજ પણ શરમાય
હું હોંઉ સૂરજ સામે
ને પડછાયો તુજ માં દેખાય


સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે

Gujarati Shayari Love


આજે તારો કોરો કાગળ
બંધ આંખે પણ પૂરો વાંચી લીધો
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી
બસ ધબકારો વાંચી લીધો

Gujarati Shayari Love

ગોરંભાયું છે ગગન
લાગણીઓના વધામણાં છે
છલકાયું છે મન
તારા આવવાના શમણાં છે


મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી


શું વાત છે
આજે આ તરફ પગલાં પડયા
હું રસ્તા માં મળ્યો કે
પછી રસ્તો ભુલા પડયા


કંઈ પૂછતો નથી છતાં બધું જાણતો રહે છે 
અંતરે રહેવા છતાં અંતર મા મહેકતો રહે છે


છે આકર્ષણ ગજબનું
તારી આંખો માં
વિચારમાં છું
વસવાટ કરું કે વિસામો


હગ એટલે
સાહેબ સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર
કહી શકાય કે
તમે મારા માટે ખાસ છો

Gujarati Shayari Love

એમની નજરમાં ફરક આજે પણ નથી 
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે


સાંજ પડે ને
એ શરમાતા સામા મળે 
આંખ અને દેલને 
એવો બીજો વિસામો
ક્યાં મળે 


બસ એટલા નજીક રહો કે
વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે


સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે 
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને


અણગમતું છે ને
એ બધું મનગમતું થઈ જશે
જ્યારે તમારા હૈયે
કોઈ રમતું થઈ જશે


એમ શોધશો તો 
હું નહી મળું
બસ યાદ કરશો
તો કદાચ સામે મળું

Gujarati Shayari Love


શરણ નહીં સહારો છું
આજીવન હું તારો છું
ઝાંખી લે તારા હ્રદયમાં
ટમટમતો સિતારો છું


પ્રેમનાં પુષ્પો
ભરીને રાખજો
દિલ દીધું  છે
સાચવીને રાખજો


કેમ ઝુકાવી દે છે
તું તારી
આંખો નાં પલકારા
શું તારે રોકી દેવા છે
હવે હ્રદય  નાં ધબકારા


અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે 
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે


હું કહું કે કેળ છે
ને તમે કહો વેલ છે 
મને લાગે આપણા પ્રેમમાં 
ભેળસેળ છે


બધાની પર્સનલ લાઈફ હોય છે
પણ મારે તો
પર્સનલ પણ તું અને 
લાઈફ પણ તું

Gujarati Shayari Love

હું નથી ગગન 
કે મને ચાંદ મળે
બસ એક તારી ચાહત મળે
તો મારા દિલને રાહત મળે

Love Shayari in Gujarati


બધુ અનુકુળ ક્યાં હોય છે
વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું  હોય છે


લોટરી કંઈ પૈસાની જ ના લાગે
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું


ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે
સામે આવીને એ ખુદને ભુલી જાય


મૂકી દઉં બાજી પર જીવ મારો
જો ઈનામ તું હોય
ખર્ચી નાખું જિંદગી આખી
જો પરિણામ તું હોય તો


પ્રેમ બે પળનો નહીં
જિંદગીભરની
જીદ હોવી જોઈએ

Love Shayari in Gujarati

ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના


વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે


મે કીધું ચા મોળી છે
થોડી મોરસ નાખો
ને એણે એઠી કરીને કીધું
જરા હવે ચાખો


તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને 
અરીસો પણ કહે છે “મારી શુ જરૂરત છે તને


સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની
બાકી સાથે જીવશું સાથે મરશું એતો માત્ર કેહવાના શબ્દો છે


આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર 
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે

Love Shayari in Gujarati

તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે


મળ્યા છો કંઇક એ રીતે જાણે  પુરી થઈ મન્નત છે 
જ્યારથી આવ્યા છો જિંદગીમાં જિંદગી જાણે જન્નત છે


પ્રેમ છે એવું હું ક્યારેય નહિ કહું
પણ તું હા કહીશ તો હું ના પણ નહિ કહું


કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે


ના તારું કઈ ચાલ્યું ના મારુ
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે
કે જોડે પણ ન રહી શક્યા
અને ભૂલી પણ ના શક્યા

Love Shayari in Gujarati

ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની 
એની પાસે તો મારાં જેવાં કેટલાંય ૨મકડાં હતા

Prem Shayari Gujarati


જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે 
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો
જ જિંદગી ને અફસોસ રહી જાય છે


તારો ગુસ્સો પણ ચા જેવો જ 
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ


તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ 
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ


જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
એ ખરેખર તમારા હોતા જ નથી

Prem Shayari Gujarati

હસું છું એટલે માની ના લેતા કે સુખી છું 
રડી નથી શકતો એટલે હું દુઃખી છું


તારા અને મારા મા કેટલી સમાનતા છે 
તું અંતર રાખે છે અને હું તને અંતરમાં રાખું છું


ઘણા બધા સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે
એક સાચું બોલી નથી શકતો અને બીજો સાચું સમજી નથી શકતો


જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય


પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને
વધારે સુખ આપવાની હરિફાઇ

Prem Shayari Gujarati

એકાદ એવી સાંજ આવે
કે યાદ કરું તને અને ત્યાં જ તું આવે


રિસાઈ ગયેલી ખામોશી કરતાં 
બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે


કહો તો થોડું પાસ આવી ને કહું
ખુદ થી પણ વધુ
દિલ પડી ગયું છે તારા પ્રેમ માં


તમારા મનની વાત જેને સમજાવવી પડે 
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી નહી


સાચો પ્રેમ તો એ કહેવાય
કે life માં ઓપ્શન ભલે ગમે એટલા હોય
પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોવી જોઈએ

Prem Shayari Gujarati

દિલ કે હાલ બતાના નહિ આતા
હમે એસે કિસીકો તડપાના નહિ આતા
સુનના તો ચાહતેં હૈં હમ ઉનકી આવાજ કો
પર હમે કોઈ બાત કરને કા બહાના નહિ આતા

ગુજરાતી પ્રેમની શાયરી


તું પૂછી લેજે સવારને ના વિશ્વાસ આવે તો સાંજને
આ દિલ ધડકે છે તારા જ નામ થી


તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે


ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઇ ગયા
જેટલું દિલ સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા

ગુજરાતી પ્રેમની શાયરી

ક્યારેક ક્યારેક તો તું એવું કરી લે ને
શાયરી છોડી ને મારુ દિલ વાંચી લે ને


બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે 
પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે 
 જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું થઈ જશે


જોયો નથી એક ચાંદ મેં ઘણા દિવસ થી 
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી


આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં


હર એક ખૂણે હું શોધતો રહ્યો એની ખુશી
પછી ખબર પડી દિલમાં જ છે એની ખુશી


જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું
લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું

ગુજરાતી પ્રેમની શાયરી

Love Shayari Gujarati

ના ચાંદ ની ચાહત ના તારો ની ફરમાઈશ
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ


એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે


બીજા કોઈનું સ્મિત નિહાળવા નથી માંગતી આ આંખો
પ્રેમનો એ શણગાર આજે પણ છે આંખોમાં


તારા પ્રેમની દાસ્તાન અમે અમારા દિલમાં લખી છે
ન થોડી ન વધારે પણ બેહિસાબ લખી છે
અમને પણ કરો સામેલ તમારી દુઆમાં
અમે આ શ્વાસની ગણતરી તમારે નામ લખી છે


આ મનમોહક ક્ષણો હોય કે ન હોય
કાલના દિવસમાં આજ જેવી વાત હોય કે ન હોય
તમારા માટે પ્રેમ રહેશે આ દિલમાં હંમેશા
ભલે ને પછી આખી જિંદગી મુલાકાત હોય ન હોય

ગુજરાતી પ્રેમની શાયરી

Love Shayari Gujarati

ચાહત છે આપને પોતાના બનાવીએ
આપથી દિલ લગાવીએ
તમે મને ચાહો કે ના ચાહો
મારી તો ચાહત છે આપ પર જ જાન લૂંટાવી દઈએ

ગુજરાતી શાયરી પ્રેમ


આ કિસ્મત મારું ઇમતેહાન લઈ રહી છે
તડપાઈને મને અશહ્ય દર્દ આપી રહી છે
અમે નથી નીકળ્યાં તમને ક્યારેય આ દિલમાંથી
તો પછી બેવફા કહીને મને કેમ બદનામ કરી રહી છે


જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને
પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને


તું ચાંદ ને હું સિતારો હોત
આ આકાશમાં આપણો એક નજારો હોત
લોકો તને જોયા કરતા દૂરથી
પણ પાસે રહીને એ સુંદરતા પર હક મારો હોત

ગુજરાતી શાયરી પ્રેમ

Love Shayari Gujarati

પેલ્લી મોહબ્બત ખુદની અમે જાણી ન શક્યા
પ્રેમ શું હોય છે એ અમે ઓળખી ન શક્યા
આ દિલ તો એમની નામે કરી નાખ્યું હતું એક સમયમાં
પણ હવે ઇચ્છીએ તોપણ એમને દિલથી નીકળી ન શકયે


અમે જે પ્રેમ કર્યો હતો એ આજે પણ છે
તારી જૂલ્ફોની ઘટની ચાહત આજે પણ છે
રાત વિતે છે એ આજે પણ ખ્યાલોમાં તારા
દીવના જેવી એ મારી હાલત આજે પણ છે


જાદૂ છે એમની દરેક વાતમાં
યાદ ખૂબ જ આવે છે આ ચાંદની રાતમાં
કાલ જોયું હતું સ્વપ્ન મે એ ઘડીઓનું
જ્યારે શોભતા હતા એ ગોરા હાથ આ હાથમાં


દિલમાં ને દિલમાં તને પ્રેમ કરું છું
ચૂપચાપ મોહબ્બતનો ઈઝહાર કરું છું
જાનું છું કે તમે કિસ્મતમાં નથી મારી
છતાંય તને પામવાનો પ્રયત્ન વારંવાર કરું છું

ગુજરાતી શાયરી પ્રેમ

Love Shayari Gujarati

પોતાના દરેક શ્વાસમાં તને આબાદ કરી છે
ઓ મારી જાનું તને ખૂબ યાદ કરી છે
આ જિંદગીમાં જો તમે નથી તો કંઈ નથી
મોતથી વધારે તો તમારી ગેરહાજરીની મે અહીં ફરિયાદ કરી છે


શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે


મારી દરેક ખુશીમાં વાત તારી છે
મારા શ્વાસોમાં મેહકતી એ સુગંધ તારી છે
એક પળ પણ ના જીવી શકીએ તારા વગર
કારણ કે ધડકનોથી આવતો અવાજ તારો છે


તને જોઇને આ આંખો જુકી જાય છે
ને ખામોશી દરેક વાત કહી જાય છે
વાંચી લેજો આ આંખોમાં છલકાતો પ્રેમ તમારો
તારી કસમ તારી ચાલ પર આખી કાયનાત થોભી જાય છે

ગુજરાતી શાયરી પ્રેમ

Love Shayari Gujarati

થતો નથી પ્રેમ કોઈદી કોઈની સૂરત જોઈને
પ્રેમ તો ફક્ત હૈયાથી થાય છે
સુરત તો એમની લાગવા લાગે છે સારી
જેમની દિલમાં ખરેખર કદર થઈ જાય છે


આજે ફરી જીવનમાં મનમોહક નજારો મળશે
કેમ જિંદગીભર માટે હવે તમારો સાથ મળશે
હવે કશું નથી જોઈતું આ આજીવન મારે તો
કેમ કે અમને હવે તમારી બાહોનો સહારો મળશે


If you want to express your feeelings to someone about your love, then try to express your feelings and thoughts of your heart with Love Shayari in Gujarati Love Shayari and share these Romantic Love Shayari Gujarati on Sharechat, Facebook and Instagram.